બહેન એટલે
ભાઈને લીલોછમ રાખતી
નિર્મળ પ્રેમની નદી
બહેન એટલે
ભાઈને સંગીતથી ભીંજવતો
કોયલનો ટહુકો
બહેન એટલે
માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું
સ્નેહનું મનોહર શિલ્પ
બહેન એટલે
ભાઈના અંતરને અજવાળતી
ઝળહળ દીવાની જ્યોત
બહેન એટલે
ભાઈના કોયડા ઊકેલતી
કુદરતી બોલતી-ચાલતી કવિતા
ચંદ્રેશ શાહ
Filed under: ચંદ્રેશ શાહ | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ચંદ્રેશ શાહ, ભરત સુચક, રક્ષાબધન, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, prem |
પ્રતિસાદ આપો