Posted on મે 3, 2012 by gujaratikavitaanegazal
એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો, એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો, પણ એ લોકો મને નહીં મારી શકે, કારણ હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો. – વિપિન પરીખ
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, વિપિન પરીખ, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on April 19, 2012 by gujaratikavitaanegazal
જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે. … … તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં, ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે. તારા આ કાળિયાને એવો શણગારતી, જાણે સજીને સાજ આખી સરકાર નીકળે. … પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો, એની આંખોમાંથી ય આંસુ ચોધાર [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સાજીદ સૈયદ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, માં નું ઉધાર, સાજીદ સૈયદ, gujarati, gujarati kavita, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on April 17, 2012 by gujaratikavitaanegazal
તમારી એ આંખોની હરકત નથી ને ? ફરી આ નવી કોઈ આફત નથી ને ? વહેરે છે અમને તો આખા ને આખા, એ પાંપણની વચમાં જ કરવત નથી ને ? વહે છે નદી આપણી બેઉ વચ્ચે, એ પાણીની નીચે જ પર્વત નથી ને ? તમારા તમારા તમારા અમે તો, કહ્યું તો ખરું તોયે ધરપત નથી [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, યામિની ગૌરાંગ વ્યાસ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમારી એ આંખોની હરકત નથી ને ?, યામિની ગૌરાંગ વ્યાસ, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on April 11, 2012 by gujaratikavitaanegazal
વેલફેર ના નામે ફેરવેલ કરનારા પાખંડીઓ ક્યાં ઓછા છે બજારમાં નિશાચર કહો કે રક્ત ચુસણા નરાધમો ક્યાં ઓછા છે જાહેર માં સેવા ના નામે ચરી ખાનારાઓ NGO ક્યાં ઓછા છે સરકાર માં વાયદાઓ ઠેકી ઠેકી ને ભરપેટ આપે નેતાઓ આવા ક્યાં ઓછા છે ચુંટણી માં લોકશાહી દેશ ના નામ નો ક્રૂર મજાક આવો બસ એક [...]
Filed under: કુશ, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: કુશ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વેલફેર ના નામે ફેરવેલ કરનારા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on April 4, 2012 by gujaratikavitaanegazal
એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી સાંજ કેવી જોને શરમાય છે ‘ને તું નથી ધુમ્રશેરોમાં ફોરમતા તારી યાદના વલયો ‘ને શ્વાસ મહીં કંઈ ધરબાય છે ‘ને તું નથી ક્ષિતિજ ને તો શું ફરક પડવાનો એમ તો અંધારા રાતા અકળાય છે ‘ને તું નથી આમ એટલો સારાંશ નીકળે આ દ્વિધા નો ‘કિરણ’ તું હોય [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, દેવાનંદ જાદવ "કિરણ" | Tagged: એક ચેહરો અહી પડઘાય છે 'ને તું નથી, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, દેવાનંદ જાદવ "કિરણ", gujarat, gujarati, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on March 31, 2012 by gujaratikavitaanegazal
ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ કહેજો દીકરી સખદખની વાત જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, લોકગીત | Tagged: ગુજરાત, ગુજરાતી, લોકગીત, વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ, gujarat, gujarati, gujarati git, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on March 31, 2012 by gujaratikavitaanegazal
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે .. [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મુકુલ ચોકસી | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, જયકાંત જાની (USA ), તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, મુકુલ ચોક્સી., gujarati git | 1 Comment »
Posted on March 6, 2012 by gujaratikavitaanegazal
સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં, ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં… હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી, વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં… નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી, અડધા વસ્ત્રે વન ભોગવ્યાં, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, નરસિંહ મહેતા, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ઘટ સાથે છે ઘડીયાં, નરસિંહ મહેતા, ભજન, સુખ દુઃખ મનમાં ન લાવીએ, bhajan, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 12, 2011 by gujaratikavitaanegazal
પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી જાય છે ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે : ‘આ પુત્ર મને સાચવશે ખરો ?’ પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો. આ એ જ મા જેણે મને ફૂલની જેમ સાચવ્યો, જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી – હું મોટો થઈને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પિતા જ્યારે હોતા નથી, વિપિન પરીખ, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું ! * મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય. * વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujarati suvakya, gujarati suvichar | 1 Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની. તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે… શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી તમે મહેરામણ થઈ ઉમટયાં અમે [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગુજરાતીકવિતા, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં, ભજન, bhajan, gujaratibhajan, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
અહી પૂર્વમાં ખોખરા છે ભોજનમા ઢોકળા છે ને રસ્તા પર પોદળા છે બૉસ, આ અમદાવાદ છે! અહી મજ્જાની લાઈફ છે. ફરવા માટે બાઈક છે. ને ખિસ્સા ટાઈટ છે એન્જોય, આ અમદાવાદ છે. અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે કાંકરિયામાં કાર્નિવલ છે ને ઓફિસોમાં ગુલ્લીવલ છે આવો આ અમદાવાદ છે. અહીં ટ્રાફિક હેવી છે દાદીઓ નેટ સેવી છે [...]
Filed under: અધીર અમદાવાદી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અધીર અમદાવાદી, આ અમદાવાદ છે!, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, બૉસ, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી, સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી, તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી, શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર રૂપની હેલી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, સાંઈરામ દવે | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર, સાંઈરામ દવે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
સફળતાનો પીનકોડ ગુજરાતી , સૌ સમસ્યાનો તોડ ગુજરાતી . કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી , એકડાનો કરે બગડો ગુજરાતી . નમ્રતાનું બોનસાઇ ગુજરાતી , સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી . લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી , વખત પડે ત્યાં ખડો ગુજરાતી . દુશ્મનને પડે ભારે ગુજરાતી , ડૂબતાને બેશક તારે ગુજરાતી . એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સફળતાનો પીનકોડ ગુજરાતી, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
આંખના ને આભના બંને અલગ વરસાદ છે કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે? શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું જડે શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે! સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે. શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો મૌનની કંઇ આ તરફ કેવો અનાહત નાદ છે! પર્ણથી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ભારતી રાણે | Tagged: આંખના ને આભના બંને અલગ વરસાદ છે, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભારતી રાણે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,—(2) પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,—(2) મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ. એવી તો ભેદી રીતે મને માફ ના કરો,—(2) હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ. મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,—(2) નહોતી ખબર કે એમા [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: —(2), ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મરીજ, હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં; હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં. તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં; હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં. આ માઢ, મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસે; હું હિના વગરનો ફાયો છું આ ઘર, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ભગવતીકુમાર શર્મા | Tagged: ઉંબર ને ફળિયામાં;, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભગવતી કુમાર શર્મા, હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ghazal, gujarati, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો ॥૧॥ તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા । મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી । ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ [...]
Filed under: આધ્યાતમિક, આરતી, ભજન | Tagged: આધ્યાતમિક, આરતી, ગુજરાત, ગુજરાતી, ભજન, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।, શંભુ ચરણે પડી, bhajan, gujaratibhajan | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને. મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. પ્રેમપંથ પાવકની જવાળા, [...]
Filed under: - પ્રિતમદાસ, આધ્યાતમિક, ભજન | Tagged: - પ્રિતમદાસ, આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, નહિ કાયરનું કામ જોને, ભજન, હરીનો મારગ છે શૂરાનો, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
પ્રભુજીને પડદામાં રાખ મા પૂજારી, તારા – આતમને ઓઝલમાં રાખ મા. વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી ભીતિ વંટોળિયાની ભાખ મા, આડે ઊભો તારો દેહ અડીખમ ભળી જાશે એ તો ખાખમાં પૂજારી, તારા – આતમને ઓઝલમાં રાખ મા. ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી, થાક ભરેલો એની પાંખમાં સાત [...]
Filed under: ઇન્દુલાલ ગાંધી | Tagged: આધ્યાતમિક, ઇન્દુલાલ ગાંધી, ગુજરાત, ગુજરાતી, પ્રભુજીને પડદામાં રાખ મા, ભજન, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો; મોરલો મરતલોકમાં આવ્યો લાલ ને પીળો મોરલો અજબ રંગીલો, વર થકી આવે વેલો; સતી રે સુહાગણ સુંદરી રે, સૂતો તારો શે’ર જગાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો- મોર, તું તો.. ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે; હજી રે નાથજી કેમ ના’વ્યો; કાં તો શામળીયે છેતર્યો ને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, દાસી જીવણ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;, દાસી જીવણ, ભજન, મોર, bhajan, gujarat, gujarati, gujarati kavita | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના, નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું, મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું, દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. પ્રભો તું [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતી ગઝલ, ન્હાનાલાલ કવિ, ભજન | Tagged: અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા, આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ન્હાનાલાલ કવિ – અસત્યો માંહેથી, પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, ભજન, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા ઘટમાં. મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી મારી આંખો દીસે ગિરિધારી રે ધારી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા [...]
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ભજન, મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, bhajan, gujaratibhajan | Leave a Comment »
Posted on October 26, 2011 by gujaratikavitaanegazal
આવી દિવાળી સૌને પ્યારી, દીપક તણી રાતો ન્યારી, મન સંબંધમાં નાતો લાવે, નાના મોટા સૌને મિલાવે, આકાશે ઝબુકતી રોશની, ફટાકડાની મોસમ લાવી, ઝગમગ કરતુ તારામંડર, ને ધડામ ફૂટતો સુતળી બોમ્બ, ચકરડીનો જુઓ કમાલ, જમીન પર ફરતું બ્રહ્માંડ, કોઠી જો ને તણખા ઝરે ને, સાપ કરે કાળો ધુમાડો, સૌ લેતા આનંદ ન્યારો, ને બાળક થતો મોજ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિવાળીની શુભ કામનાઓ...!!, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
મારો પ્રેમ મારા ગળા ફરતે વીંટેલા પથ્થર જેવો છે, તે મને ખૂબ ઉંડે ખેંચી રહ્યો છે, પણ હું મારા પથ્થરને પ્રેમ કરું છું, તેના વગર પણ જીવી શક્તો નથી. – એન્ટોન ચેખોવ (ધ ચેરી ઓર્ચાર્ડ ) એ લોકો કોણ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ? ફક્ત એ જેમને આપણે નફરત નથી કરતા – જ્યોર્જ બર્નાર્ડ [...]
Filed under: પ્રેમનો મુખવાસ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, તે મને ખૂબ ઉંડે ખેંચી રહ્યો છે, તેના વગર પણ જીવી, પણ હું મારા પથ્થરને પ્રેમ કરું છું, પ્રેમનો મુખવાસ, મારો પ્રેમ મારા ગળા ફરતે વીંટેલા પથ્થર જેવો છે, gujarat, gujarati | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ… હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ… પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય… અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે, [...]
Filed under: આધ્યાતમિક, ગીત, ભજન | Tagged: આધ્યાતમિક, ઓ ઇશ્વર ભજીએ તને, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ભજન, મોટું છે તુજ નામ, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
રજકણ સૂરજ થવાને સમણે, ઉગમણે ઊડવા લાગે, જઇ ઢળી પડે આથમણે. જળને તપ્ત નજરથી શોધી ચહી રહે ઘન રચવા, ઝંખે કોઇ દિન બિંબ બનીને સાગરને મન વસવા વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે. એક રજકણ… જ્યોત કને જઇ જાચી દીપ્તિ, જ્વાળ કને જઇ લ્હાય; ગતિ જાચી ઝંઝાનિલથી, એ રૂપ ગગનથી ચ્હાય; ચકિત થઇ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, રજકણ સૂરજ થવાને સમણે, હરીન્દ્ર દવે, gujarat, gujarati, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઇ ન માગું સુણજે આટલો આર્ત તણો પોકાર બીજું હું કાંઇ ન માગું . તૂંબડું મારું પડ્યું નકામું કોઇ જુએ નહીં એના સામું; બાંધીશ તારા અંતરનો ત્યાં તાર પછી મારી ધૂન જગાવું. સુણજે આટલો આર્ત તણો પોકાર બીજું હું કાંઇ ન માગું . એકતારો મારો ગુંજશે મીઠું દેખાશે [...]
Filed under: 'બાદરાયણ' - ભાનુશંકર બા. વ્યાસ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: 'બાદરાયણ' - ભાનુશંકર બા. વ્યાસ, આપને તારા અંતરનો એક તાર, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, bhajan, gujarat, gujarati, gujarati kavita, gujaratibhajan, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
કોઇ પાસેથી ગયાનું યાદ છે ને સજળ આંખો થયાનું યાદ છે અવસરોના તોરણોને શું કરું મંડપો સળગી ગયાનું યાદ છે તું ય તારું નામ બદલીને આવજે હું મને ભૂલી ગયાનું યાદ છે આંસુઓ મારા હશે નક્કી જલદ પાલવો સળગી ગયાનું યાદ છે નામ એનું હોઠ પર રમતું રહ્યું ને ગઝલ પૂરી થયાનું યાદ છે ગુલ [...]
Filed under: અહમદ ગુલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અહમદ ગુલ, કોઇ પાસેથી ગયાનું યાદ છે, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી… નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી… અણજાણ અકેલી વહી રહી હું મુકી મારગ ધોરી કહીં થકી તે એક જડી ગઇ હું જ રહેલી કોરી પાલવ સાથે ભાત પડી ગઇ ઘટને માથે ઘાટી છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી… શ્રાવણના સોનેરી વાદળ વરસ્યા ફાગણ માસે આજ નીસરી બહાર બાવરી એ જ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, પ્રિયકાન્ત મણિયાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, છેલછબીલે છાંટી મુજને, પ્રિયકાંત મણીયાર, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી કદી ધરા પર, કદી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હિમાંશુ ભટ્ટ્ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે, હિમાંશુ ભટ્ટ્, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
એક વાર એક માણસ મકાન શોધતો હતો ત્યારે તેને અલ્લાદીનનો ચિરાગ મળ્યો. અને તેણે ચિરાગમાથી જીન બહાર આવ્યો. અને એ માણસ કીધું હે અલ્લાદીનના ચિરાગ મને એક મકાન શોધી આપ. ત્યારે અલ્લાદીનનો ચિરાગ બોલ્યો ભાઇ હું મકાન શોધી શકતો હોત તો આ ચિરાગ મા ના રહું. પત્ની: અરે, સાંભળો છો? તમારો મિત્ર એક ગાંડી યુવતી [...]
Filed under: જોક્સ, ટૂચકા, હાસ્ય દરબાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી જોક્સ, જોક્સ, ટૂચકા, મજાક, રમૂજ, હાસ્ય, હાસ્યદરબાર, gujarat, gujarati, gujarati jokes, jokes | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે… કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’ *~*~*~*~*~*~* કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. [...]
Filed under: જોક્સ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી જોક્સ, જોક્સ, ટૂચકા, મજાક, રમૂજ, હાસ્ય, gujarat, gujarati, gujarati jokes | 1 Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
છગન બારમાં બેસીને ડ્રિંક પીતા-પીતા રડી રહ્યો હતો. વેઈટરથી રહેવાયુ નહી. એ બોલ્યો – અરે ભાઈ, રડો છો શુ કામ ? તમારા ડ્રીંકની મજા લો ને. છગન – અરે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેનુ નામ યાદ નથી આવી રહ્યુ એટલે રડી રહ્યો છુ. ******* ટેબલ ખુરશી ગોઠવાયેલ એક જગ્યાને હોટલ સમજીને [...]
Filed under: જોક્સ, ટૂચકા, મજાક, રમૂજ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી જોક્સ, જોક્સ, જોક્સ ટૂચકા રમૂજ હાસ્ય મજાક, ટૂચકા, મજાક, રમૂજ, હાસ્ય, gujarat, gujarati, gujarati jokes | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
પોસ્ટમેન :- તમારી ચિઠ્ઠી પહોચાડવા માટે મારે 3 કિલોમીટર ચાલી ની આવું પડે. રમેશ :- લે તો આટલે દુર ચિઠ્ઠી આપવા શું કામ આવો છો ? પોસ્ટ કરી દેતાં હોય તો. ————————————————————————————————— બાપુ(ડોક્ટરને): તમે મારો દારૂ છોડાવી શકો? ડોક્ટરઃ હા, ૧૦૦% બાપુઃ તો રાજકોટ પોલિસ-સ્ટેશનમાં આપણી ૪૦ બોટલ જપ્ત થઇ છે, જરાક છોડાવી દ્યો ને. [...]
Filed under: જોક્સ, ટૂચકા, મજાક, રમૂજ, હાસ્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, જોક્સ, જોક્સ ટૂચકા રમૂજ હાસ્ય મજાક, ટૂચકા, મજાક, રમૂજ, હાસ્ય, gujarat, gujarati, jokes | 1 Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
ખોટું ન લાગે તો વાત એક કહું હું થોડા દિવસ હવે તારામાં રહું? કામમાં હશે તો હું વાત નહીં માંડું મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ… કોણ જાણે હિમશી એકલતા જામી વૈદો કહે છે: હૂંફની છે ખામી કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ … [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, મુકેશ જોષી | Tagged: ખોટું ન લાગે તો વાત એક કહું, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી ગઝલ, મુકેશ જોષી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
આંખોમાં દરિયો થઇ છલકાવું હોય, અને સહરાની જેમ પછી બળવું પડે પીળાપચ પરબીડિયે ખાલીપો હોય, અને સરનામું તારું ત્યાં કરવું પડે, ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે, તુંય મારી વૃક્ષીલી ડાળથી ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે, ને તોય તારી વાટ જોઉં ઢાળથી આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે, તને ‘કેમ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રવીન્દ્ર પારેખ | Tagged: અને સહરાની જેમ પછી બળવું પડે, આંખોમાં દરિયો થઇ છલકાવું હોય, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રવીન્દ્ર પારેખ, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
સપના કહે છે મને સપનામાં આજકાલ, શું તું મને મળી શકે પલકોની પેલે પાર ? આઠે પહોર રાત ને તડકા પડે નહીં, મનમાં ફૂટેલ વાતના પડઘા પડે નહીં, ટહુકાઓ ના કરે અહીં ચૂપકીદીઓ ફરાર ઘૂંઘટને ખોલતી નથી કળીઓ સવારમાં, ભમરાઓ ડોલતાં નથી અહીં તો બહારમાં, કલકલ નિનાદ ના કરે ઝરણાંઓ કોઈ વાર ઝાકળનું બુંદ થઇ [...]
Filed under: ‘ચાતક’, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ‘ચાતક’, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, સપના કહે છે મને સપનામાં આજકાલ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
ચાલ આકાશમાં ઊડીને આવીએ, એક તારાને તો ચૂમીને આવીએ. જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે, દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ. કેમ નડતર થયું ચાંદને મારગે, એ ગ્રહણને જરા પૂછીને આવીએ. ભોંય ભેગાં થયા આપણાં સ્વપ્ન સૌ, લાગણીના બળે ઊઠીને આવીએ. રોજની આ તડપ, ને વ્યથાની કથા, થાય છે, આ બધું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, સુનીલ શાહ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચાલ આકાશમાં ઊડીને આવીએ, સુનીલ શાહ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
ન જોઇએ કોઇ આળ-પંપાળ મને, ગમે ત્યાં ઉગી જઇશ, સાવ બાવળ જેવો હું. ખખડાવશો નહીં, કોઇ નહી મળે, અવાવરૂ ઘરના દ્વારની સાંકળ જેવો હું. પ્રસ્તાવના છે એ જ મારો ઉપસંહાર, માત્ર એકજ લીટીના કાગળ જેવો હું. સળગતી સમસ્યાનો સામનો કરૂ છું, સુરજમુખી પર પડેલી ઝાકળ જેવો હું. ખીચોખીચ ભરાયેલો અવકાશ છે મારામાં, ભરપૂર શક્યતાઓથી આગળ [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: કલ્પેન્દુ વૈષ્ણવ, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ન જોઇએ કોઇ આળ-પંપાળ મને, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
અંધારની ઓથે લપાતો છુપાતો, રોજ સપનાઓ પકડતો હું. ઇચ્છાના કુવાથંભે બંધાયેલો, સંજોગોના સપાટે ફડફડતો હું. તારલાઓના વિરાટ સૈન્ય સાથે, એકલે હાથે અવિરત લડતો હું. દંભનો દરિયો ખાલી કરવા, સૌ સાથે હસીને, એકલો રડતો હું. દિવસ-રાતની બંધીયાર ગલી વચ્ચે, અવાવરૂ ઇચ્છાઓમાં સડતો હું. ફરીથી રાત્રે ખોવાઇ જવાને, રોજ સવારે, મને, જડતો હું. -કલ્પેન્દુ વૈષ્ણવ
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: અંધારની ઓથે લપાતો છુપાતો, કલ્પેન્દુ વૈષ્ણવ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
પેલી પાણી ભરેલી વાદળી જાય એને પકડો, અહીં પલળવા ઉભો છે, નાગો થઇને તડકો. એવો તે કેવો અલગારી આ ગુલમહોર, ઉનાળામાં લાલચટક ને ચોમાસામાં કડકો. આખો ઉનાળો દોડતો, હાંફતો ને બળતો, મોરના એક ટહુકે અહીં બેસી પડ્યો વગડો. સંભળાય વાદળોના અહંકારનો ગડગડાટ, છે આ વર્ષો જુનો ચકમક ઝરતો ઝગડો.
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: કલ્પેન્દુ વૈષ્ણવ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પેલી પાણી ભરેલી વાદળી જાય એને પકડો, gujarat, gujarati, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું, એને ક્યાં કદ કે આકાર હોય છે? નકામી છે બધી દવાઓ અને દોરા-ધાગા, મૌલિક દર્દોના ક્યાં કોઇ ઉપચાર હોય છે? મનને તાગો તો પડે ખબર ઉંડાણની, ચહેરા પર તો ક્યાં કોઇ અણસાર હોય છે? તમે છો, તો છે, અને નથી, તો નથી, ઇશ્વર-અસ્તિત્વનો બીજો કયો આધાર હોય છે? જે થાય [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું, કલ્પેન્દુ વૈષ્ણવ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો, હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો. ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં, દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો. વાવ્યા’તા સૂર્યમુખી ને ઉગ્યાં ચોમાસાં, છતે પાણીએ હવે કરમાય છે આંખો. ઉજાગરા સમી જીન્દગી વેઠવી ક્યાં સુધી, મરજી મુજબ ક્યાં બીડાય છે આંખો? —કલ્પેન્દુ વૈષ્ણવ
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો, માળી કોઈ બગીચાનો આવી ચૂંટી ગયો. એટલા તો બરડ હશે નસીબ અમારા, વિધીના લેખનો લખનારો પણ ફુટી ગયો. વહેંચાઈ જ્યારે ભાગ્યની દોલત સૌ ને, મારા પછી બદનસીબીનો ખજાનો ખૂટી ગયો. આવ્યો હતો એ અંતરથી ખબર પૂછવાને, જતી વેળા મારા નામની છાતી કુટી ગયો. જુઓ રડે છે સમય ચોધાર આંસુએ [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: કલ્પેન્દુ વૈષ્ણવ, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
ભરતી અને ઓટ એ કુદરતનો નિયમ, પણ આટલાં વર્ષોમાં ક્યારેય તારા પ્રેમમાં ભરતી કે મારા પ્રેમમાં ઓટ જોઈ?!
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', ભરતી અને ઓટ, gujarat, gujarati, gujarati kavita | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
છે સુમન નાજુક ઘણો,સંભાળજો, કબરમાં પણ ફૂલ પર સુવડાવજો. યારની તસવીર એમાં રહી શકે, ઍક ખિસ્સું કફનમાં સિવડાવજો. પ્યારમાં હદથી વધે જો કોઈપણ, હાલ મારા કહી જરા બિવડાવજો. શું હશે મૃત્યુ પછી કોને ખબર, જીંદગી જીવી જીવન અજવાળજો. માન મૃત્યુ બાદનાં શું કામનાં? લાશને ના ફૂલથી શણગારજો. આવશે ત્યાં પણ બધા રંજાડવા, કબર પર ના [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, છે સુમન નાજુક ઘણો, જયસુખ પારેખ 'સુમન', સંભાળજો, gujarat, gujarati, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
મોરલા ટહુક્યા ચારે કોર, તોય ન આવે દિલનો ચોર. ખૂબ સતાવે,ખૂબ ગમે, પ્રિતમની તો વાત છે ઓર. વીજ ઝબુકે જગ દેખે, દિલ તૂટે ક્યાં થાય છે શોર. પ્રિતનું વાદળ થઈ વરસું, પ્રિતમ મારો,નાચતો મોર. જયસુખ પરેખ ‘સુમન’
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', મોરલા ટહુક્યા ચારે કોર, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
જે મળે ના જિંદગીમાં,ચીજ પ્યારી હોય છે, જે રહે ઓઝલમાં એની ઈન્તેઝારી હોય છે. સ્વપનનાં તોરણ બનાવી રાત ઉજવી છે સદા, ને સવાર યાદના રણમાં સવારી હોય છે. ઍ જ સમઝણ કારણે સંબંધ કાયમ આપણો, છે બધા ઉપકાર તારા,ભૂલ મારી હોય છે. આંખમાં તારી સદા કયાં એક મસ્તી હોય છે, ઍક પળમાં એ કટૉરી ને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન', ને સવાર યાદના રણમાં સવારી હોય છે., gujarat, gujarati, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
કરકસરનો કક્કો અને બચતની બારખડી જાણીએ દિકરી ,પતિની પછેડી પ્રમાણે સોડ તાણીએ ચાહતના ચોઘડીએ પતિ સાથે મજા માણીએ દિકરી ,પરણ્યા પછી પતિને પરમેશ્વર જાણીએ પેન્ડોરા બોક્ષમાં જીંદગીના બધા દુખો પધરાવી એ દિકરી ,આપણા સુખદુખનો હિસાબ કોઇને ન જણાવીએ પિયરના લાડ્ની લિજ્જત ક્રમશ મનથી ભુલાવી એ દિકરી ,સાસરીયાનું સિલેબર્સ સહજ સ્વીકારીએ.
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: કરકસરનો કક્કો અને બચતની બારખડી જાણીએ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), દિકરી ને જ્ઞાન બોધ – જયકાંત જાની (USA ), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »