Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને દરિયો થવાની ખેવના કેવી નડી મને તાજી જ ધાર કાઢેલા ચપ્પુની અણી જેમ માથા ફરેલ શ્હેરની સંધ્યા અડી મને વસ્ત્રો હતાં નહીં ને હું ટીંગાઈ ના શક્યો ખીંટી કોઈ જ રીતથી ના પરવડી મને કટ્ટરપણાની હદ સુધી જેણે હણ્યાં ફૂલો શીખવે છે એ જ પ્રેમની બારાખડી મને નારાજગીનો એટલે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચંદ્રેશ મકવાણા | Tagged: ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને, ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચંદ્રેશ મકવાણા, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી, ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી; ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા, તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી. જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે? હું અંધ છું આ દર્પણો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, રિષભ મહેતા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…, રિષભ મહેતા, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on April 27, 2012 by gujaratikavitaanegazal
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ, પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ. એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર, ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર ફરી [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, દલપતરામ | Tagged: કરતા જાળ કરોળિયો, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દલપતરામ, ભોંય પડી પછડાય, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on April 26, 2012 by gujaratikavitaanegazal
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન; એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ; કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ. તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ; એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, તુષાર શુક્લ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;, તુષાર શુક્લ, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on March 24, 2012 by gujaratikavitaanegazal
ક્ષણ ક્ષણના સરવાળા કરતા શેષ વધે, એ ઘટના ઘટનાઓ જે જીવતરમાંથી બાદ થતી, એ સપના તૃષ્ણા નામે સરવર છલકે મૃગજળથી, એ ભ્રમણા દર્પણમાથી આખે આખી બહાર ઝરે તે છલના મયખાને વ્યવહારો ચાલે સુખદુ:ખના મૈકશના મસ્જિદમાં સૌ ખુદને કાજે આવે શું એ ખપના.? અમથો વાલમ આંટો દેજો, વ્હાલપની નગરીમાં રસ્તા મહેકે લાગણીઓના ગુલમહોરે રગરગના ડો. નાણાવટી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: એ ઘટના, ક્ષણ ક્ષણના સરવાળા કરતા શેષ વધે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ડો.નાણાવટી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on January 29, 2012 by gujaratikavitaanegazal
પગલું મેં માંડ માંડ દીધુતું માંડવા ને તે તો લંબાવી દીધી કેડી ! આંખો માં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તે નજરુંની બાંધી દીધી બેડી ! હૈયાના દ્વાર હજી ખુલ્ય – અધખૂલ્યા ત્યાં અણબોલી વાણી તે જાણી , અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં પૂનમની ચાંદની માણી. પળની એકાદ કૂણી લાગણીની પ્યાલીમાં આયુષની [...]
Filed under: કાવ્ય, ગીત, ગીતા પરીખ, ગુજરાતીકવિતા | Tagged: ગીતા પરીખ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પગલું મેં માંડ માંડ દીધુતું માંડવા, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 25, 2011 by gujaratikavitaanegazal
વાદળા સાથે મોકલ્યો છે સંદેશો, મળી જાય ત્યારે કહેજો ચમકતી વિજળી જ્યારે મન તમારું કળી જાય ત્યારે કહેજો. આ ચાંદ-તારા જોઈ રહ્યાં છે રાહ આપણા મિલનની બસ આ નઠારો સૂરજ ઢળી જાય ત્યારે કહેજો પાંપણ પર પડ્યો છે પથરાયેલો સપનાનો કાફલો રખેને તણાઈ જાય એ બધું, આંખ ઝળહળી જાય ત્યારે કહેજો વસંતનું વાવેતર મેં કરી [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, દીનેશ ગજ્જર | Tagged: ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દીનેશ ગજ્જર, મળી જાય ત્યારે કહેજો, વાદળા સાથે મોકલ્યો છે સંદેશો, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 25, 2011 by gujaratikavitaanegazal
રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી, કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી. શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે, હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી. ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં, કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી. સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી, દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સ્નેહા-અક્ષિતારક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી, સ્નેહા-અક્ષિતારક, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
ના તને ખબર પડી, ના મને ખબર પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી; કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી, ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા, આ પ્રેમ એટલે કે એને જોડતી કડી; શરમાઈ જતી તોય મને જાણ તો થતી; મારી તરફ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, તુષાર શુક્લ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તુષાર શુક્લ, ના તને ખબર પડી, ના મને ખબર પડી, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં. કાંઇ અફસોસ નહીં, કાંઇ નહીં ફિકર, કોઇ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર. આવે ને જાય એના વેઠવા શા બોજા ? કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા. માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા, પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા. વાહ ભાખે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મકરંદ દવે | Tagged: કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, મકરંદ દવે, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ, આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત. વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી. પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા, આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’ બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે ! ભાણિયો તો માડી ! થાય ભેળો જે [...]
Filed under: ઇન્દુલાલ ગાંધી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: આળોટવા ફૂટપાથ, ઇન્દુલાલ ગાંધી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દેખતા દીકરાનો જવાબ, ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઈ ગામે; ગીગુભાઈ નાગજી નામે. લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ ! સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ? ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો [...]
Filed under: ઇન્દુલાલ ગાંધી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અમૃત ભરેલું અંતર જેનું, આંધળી માનો કાગળ, ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સાગર જેવડું સત્, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત. ‘કહ્યા પછી શું ?’ ની પાછળ શંકા અને આશા, શબ્દો વરાળ થઈને ઊડે ભોંઠી પડે ભાષા. દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત, ’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત. પ્રેમમાં કોઈને પૂછવાનું શું : આપમેળે સમજાય, [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સુરેશ દલાલ, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
અલ્લા બેલી, અલ્લા બેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે! બેલી તારો બેલી તારો, બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે! ફંગોળે તોફાની તીખાતા વાયરા, મૂંઝાયે અંતરના હોયે જે કાયરા; તારા હૈયામાં જો સાચી સબૂર છે. છોને એ દૂર છે! આકાશી નૌકાને વીજ દેતી કાટકા, તારી નૌકાનેય દેતી એ ઝાટકા; મધદરિયો મસ્તીમાં [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુંદરજી બેટાઇ | Tagged: અલ્લા બેલી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સુંદરજી બેટાઇ, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું? અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા! — રે ચાહું ન પાછો ઘેર જવા! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું! જાદુ એવો જાય જડી કે ચાહી શકું ચાર ઘડી ને ગાઇ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, નિરંજન ભગત | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, નિરંજન ભગત, હું તો બસ ફરવા આવ્યો છું., gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની; આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં, [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) | Tagged: 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
તારી યાદ આવે છે. સ્કોર્લ કરું મારી જુની યાદો ને, હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે. એક એક મીનિટ તારી યાદ આવે છે, સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે. બેસુ છું કામ કરવા મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને, ડેસટોપ ની જેમ તું સામે આવે છે. ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રિન્સ અમેરીકા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારી યાદ આવે છે., પ્રિન્સ અમેરીકા, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. [...]
Filed under: ઉમાશંકર જોશી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ઉમાશંકર જોષી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
હસતે મુખે રસ્તામાં વેર્યાં ફૂલ ગુલાબ કેરાં નસીબે નીચા નમી વીણીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે કોઈએ આપણું ભૂંડું કીધું આંગણે આવી દુઃખ દીધું માફ એને કરીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે ઉછીનું લઈ આબરુ રાખી વેળા આવ્યે વિપદ ભાંગી પાછું એ ધન દેવું ક્યારે આજ આજ ભાઈ અત્યારે સાચા સારા ઘણાં કરવા કામો પળોજણમાંથી [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગુજરાતીકવિતા, સુવિચાર | Tagged: adhyatmic, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, હસતે મુખે રસ્તામાં વેર્યાં, bhajan, gujarati kavita | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ, ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ; અપાર પડશે અને જિગર હાય ! આળું થયું, કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ ! પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે, અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે ! ન દાહ વસમો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) | Tagged: કલાપી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી), gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 22, 2011 by gujaratikavitaanegazal
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા…. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા…. ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે… ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, નરસિંહ મહેતા, ભજન | Tagged: કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નરસિંહ મહેતા, ભજન, bhajan, gujarati kavita, gujaratibhajan | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
પાપ તારું પરમાણ પ્રેસીડન્ટ ! પાપ તારા સંભાળરે, તારા અમેરીકાને ડુબવા નહિ દઉં, પ્રેસીડન્ટ રે ! એમ લીબર્ટી કહે છે જી. વેચ્યા ગૌમાંસ , લીબર્ટી દેવી ! વેચ્યા ગૌમાંસરે નિર્દોષ માણસોને યુધ્ધ્મા મારિયાં, લિબર્ટી દે રે !-એમ પ્રેસીડન્ટ કહે છે જી.. ઇઝ્ઝત લૂંટી ઇઝરાઇલની, લીબર્ટીદેવી ! ઇઝ્ઝત લૂંટી ઇઝરાઇલની રે, મુગાં જનાવર મારિયા, લિબર્ટી દે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પાપ કરે તે પછતાય.....જયકાંત જાની (USA), પાપ તારું પરમાણ પ્રેસીડન્ટ ! પાપ તારા સંભાળરે, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 21, 2011 by gujaratikavitaanegazal
મજેદાર કોઈ બહાનું મળે, અને આંખમાં કાંક છાનું મળે ! કહું શું ? કદી તારે ચરણે નમી, ખરેલું મને મારું પાનું મળે. ખબર છે તને મારી ખાતાવહી, છતાં જો તો, લેણું કશાનું મળે. વધે છે તરસ તેમ રણ છો વધે, કહીં ભીનું છલ તો સુહાનું મળે. હવે થાય છે તારી પાંપણ મહીં, દરદ ઘેરા દિલને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મકરંદ દવે | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મકરંદ દવે, મજેદાર કોઈ બહાનું મળે, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 18, 2011 by gujaratikavitaanegazal
હું મને ગમતો નથી, તમને ગમું છું? જલ વિનાનો કૂપ છું, તમને ગમું છું? પથ્થરોના હાડથી ઊંચો થયો, સાવ સુક્કો પહાડ છું, તમને ગમું છું? જિંદગીભર ચાલતાંયે ના પૂંગુ, હું દિશાહીન માર્ગ છું, તમને ગમું છું? ભવ્યતા મારી વખાણે છે ઘણા, મૂળમાં વેરાન છું, તમને ગમું છું? કેટલા તારા ભીતરમાં તગેતગે! બદ્ધ હું અંધાર છું, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ચંદ્રકાંત શેઠ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચંદ્રકાન્ત શેઠ, તમને ગમું છું?, હું મને ગમતો નથી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 18, 2011 by gujaratikavitaanegazal
બધે કાચની ભીંત પથ્થરનાં ઘર છે, અહીં ભીડ ઝાઝી ને સૂનું નગર છે. તિરાડોમાં એનો ઘરોબો હશે કાં? કે બંધ બારણાંને ટકોરાનો ડર છે. હું વાંચ્યા વગર સાર પામી ગયો છું, ભલેને ઉપરથી બીડેલું કવર છે. કિનારામાં જડતા અકારણ વસી ગઈ, નહિતર નદીનું તો કોમળ જિગર છે. ન બાંધો લીલાં તોરણો બારણે મુજ, જીવનમાં અહીં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રશીદ ‘મીર’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બધે કાચની ભીંત પથ્થરનાં ઘર છે, રશીદ મીર, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 13, 2011 by gujaratikavitaanegazal
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે તોપણ શી મજાલ છે કે કશે છંદ તૂટે? જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત? જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે જવાહર બક્ષી
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જવાહર બક્ષી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જવાહર બક્ષી, સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 12, 2011 by gujaratikavitaanegazal
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા; ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી; કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા; ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ” – દલપતરામ
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, દલપતરામ | Tagged: ઊંટ કહે: આ સભામાં, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દલપતરામ, વાંકાં અંગવાળાં ભૂંડા;, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 12, 2011 by gujaratikavitaanegazal
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન ! ખોળો વાળીને હજી રમતાં’તા કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યા; સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -ફેર હજી એય ન’તા ઊતર્યા; આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન ! દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, આંગળીએ વળગેલાં [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, માધવ રામાનુજ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, માધવ રામાનુજ, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
1] હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ, હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ ! – જલન માતરી [2] અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે ! – મરીઝ [3] શોકનો માર્યો તો મરશે ન તમારો ‘ઘાયલ’ હર્ષનો માર્યો મરી જાય [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેર | Tagged: ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, શેર, gujarati gazal, gujarati sher, gujarati shyari, gujaratikavita gujaratigazal gujaratishyari | 1 Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
શબ્દ નૈ, સંકેત નૈ, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી? આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નૈ તે લૂછવું કઈ રીતથી? તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે? … ને ઉપરથી ઘૂટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી? તું કહે છે સાવ ભૂલી જા મને ને હું ય કોશિશ તો કરું, પણ [...]
Filed under: અનિલ ચાવડા, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અનિલ ચાવડા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?, શબ્દ નૈ, સંકેત નૈ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
આ છોકરીઓ ગજબની ચીજ છે ! છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ આઘેથી જુઓ તો ઇદ છે ! આંખો જાણે કે એની હેલોજન લાઇટ, અને નજરો જાણે કે એની ચાકુ, બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે ઘોડા પર ચંબલનો ડાકુ ! એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ ને એક રીતે જુઓ તો કીક છે ! ચહેરા [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: આ છોકરીઓ ગજબની ચીજ છે !, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
તારા વાળ સફેદ થાય તો ભલે થાય સફેદી એ તો પવિત્રતાનું પ્રતીક છે. તારા ચહેરા પર કરચલીઓ આવી પડે …તો આવવા દેજે કદાચ તેમાં તને તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો હિસાબ મળી આવે. તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી કારણકે એ ધ્રૂજારી ન ભોગવાયેલાં સ્પંદનોનો સામટો વરસાદ હોઇ શકે. તારું ઘડપણ આવે તો એને શાનથી આવવા [...]
Filed under: અછાંદસ, કાવ્ય, કિરણકુમાર ચૌહાણ, ગુજરાતીકવિતા | Tagged: અછાંદસ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારા વાળ સફેદ થાય તો, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
તને કહી દઉં છું હું સાચે સાચું મારી આંખોએ બેઠું ચોમાસું..! …ઘેરાતા હોય આકાશે વાદળા મારી અંદર તું એમ જ ઘેરાતો, વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો છાતીમાં ડૂમો થઇ જતો. આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!! આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી હું શબરી નથી કે નથી મીરાં, હું [...]
Filed under: એષા દાદાવાળા, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: એષા દાદાવાળા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તને કહી દઉં છું હું સાચે સાચું, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક કયાંક દીઠો લાગે! સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ કે એકલાનો રાહ એકધારો, મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો ભલે આઘો ઠેલાય આ કિનારો! મધમીઠો નેહ તારો માણું સંસાર આ અજીઠો લાગે. રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે એની આંખમાં ઉજાગરાની લાલી. લથડીને [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, હરીન્દ્ર દવે | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, હરીન્દ્ર દવે, હોઠ મલકે તો મોટી મહેરબાની, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,અમે કરીશું પ્રેમ.. તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત; અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત. કહો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, નહીંતો ખૂટે કેમ?, રાત દિવસનો રસ્તો વ્હાલમ, સુરેશ દલાલ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
હું તો માનું છું કે હું છું શાયર કિન્તુ ડાર્લિંગ કહે છે લાયર સ્હેજ અડતાં જ શૉક લાગે છે લાગણી હોય છે લાઈવવાયર અર્થનો રોડ છે ખાબડખૂબડ ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર દૂર સહેજે નહિ તો દાઝી જઈશ ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર? [...]
Filed under: અદમ ટંકારવી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અદમ ટંકારવી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, હું તો માનું છું કે હું છું શાયર, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો, કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો. કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો, પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો. કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો, જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો. કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો, હજારો [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો, અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ, ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ. ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ, રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ. તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને, પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ. ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રમેશ પારેખ | Tagged: આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ પારેખ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના, ઊંઘી શકાય ના અને જાગી શકાય ના. એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને, ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના. આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું, હું પાપ પણ કરું અને ભાગી શકાય ના. એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે, એને મળું અને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેખાદમ આબુવાલા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના, શેખાદમ આબુવાલા, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે, ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે. સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર, લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે. ભગવી ધજાને ફરફરાવે એ રીતે, જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે. ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે, બન્ને તરફ સરખો વિરોધાભાસ છે. પાંખો મળી પણ જાત માણસની મળી, ‘આકાશ’માં પણ [...]
Filed under: આકાશ ઠક્કર, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: આકાશ ઠક્કર, ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના ! નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના, એ શું કરી શક્યા છે, [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ? ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ? ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ? રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ? એની નજીક વર્ષો લગોલગ રહીને પણ અંતર હજુ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મેગી અસનાની | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મેગી અસનાની, હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ? ઓઢણીએ કીધું કે : ઊડવા… ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો ! ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ હું તને કઇ પા-થી સાલ્યો ? ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા ઊંબર બોલ્યો કે : હું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ પારેખ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
કાળ! તું શું આવીને લૂંટી ગયો? પ્રાણ, એ તો કેદ થી છૂટી ગયો. જાળ પાથરનારા મૂરખ પારધી, તું ફસાયો પ્રાણ તો છૂટી ગયો. જિંદગીનો સાર જો પાણી મહીં, એક પરપોટો થયો ફૂટી ગયો. હું, કહો ફરિયાદ કયાં જઈને કરું? રક્ષનારો ખૂદ મને લૂંટી ગયો છે કિનારા પર હવે એ રૂદન, સાથ મોજાનો હતો છૂટી ગયો. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શયદા’ | Tagged: કાળ! તું શું આવીને લૂંટી ગયો?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, શયદા’, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
જેટલો જ્યાં જ્યાં ફસાતો જાઉં છું; એટલો ત્યાં ત્યાં ફસાતો જાઉં છું. રાહ જોતું કોક બેઠું આંગણે; બારણા માફક વસાતો જાઉં છું. ચીતરેલા મોર ભીંતે જોઈને; ભીતરે હુંયે કળાતો જાઉં છું. પાક લણતી કોઈ કન્યા ખેતરે; હાથથી એના લણાતો જાઉં છું. આભને જોવા જરા દ્રષ્ટિ કરી, સૂર્ય કિરણમાં વણાતો જાઉં છું. એમને છે જીદ વ્હાલી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ફિલીપ કલાર્ક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જેટલો જ્યાં જ્યાં ફસાતો જાઉં છું;, ફિલીપ કલાર્ક, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું, વૃથા ઉત્પાત પરવારી અમન પામ્યો અમન જેવું. મળી નજરોથી નજરો ત્યાં જ દુનિયા દિલની પલટી ગઈ. ભરેલું છે તમારી આંખમાં શું સંવનન જેવું. યદિ મારી નજર સામે તમે છો તો બધુંયે છે, તમારી વિણ મને આ વિશ્વ લાગે છે વિજન જેવું. ફકત એક દિલ હતું તે પણ તમારું [...]
Filed under: ખલીલ ધનતેજવી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ખલીલ, ખલીલ ધનતેજવી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
અશબ્દ વાવ છું-પડઘાથી ગૂંગળાઈ જઈશ, ખમો હે વર્તુળો, પથ્થરથી હું ઘવાઈ જઈશ. કરો મને તમે આજ સિન્દૂરી થાપા, હું પાળિયો છું- પછી ધૂળથી છવાઈ જઈશ. નથી હું રાતનો ઓથાર કે બહું પીડું, પ્રભાતકાળનું સ્વપ્ન છું હુ ભુલાઈ જઈશ. હું ચૈત્ર છું, મને ઝંખો નહીં અષાઢરૂપે, ગગનથી નીચે વરસતામાં હું સુકાઈ જઈશ. લખું છું નામ તમારું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ભગવતીકુમાર શર્મા | Tagged: અશબ્દવાવ છું-પડઘાથી ગૂંગળાઈ જઈશ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભગવતીકુમાર શર્મા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે, ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે. વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે, જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે. દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો, ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનુંછે. બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા, ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે. જીવનના ચક્રને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રઈશ મનીયાર | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે, ડૉ. રઈશ મનીઆર, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
તને પ્રેમ કોઈ નિરંતર કરે એ જરૂરી નથી, સદા શ્વાસ ખુશ્બુ જ ભીતર ભરે એ જરૂરી નથી. તને યાદ આવે બધા ને બધુંયે કરે યાદ તું, તને પણ બધા યાદ એમ જ કરે એ જરૂરી નથી. ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી, હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી. હસીને મળે [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તને પ્રેમ કોઈ નિરંતર કરે એ જરૂરી નથી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
કોઈ આગળ નડ્યા એવા કે રસ્તાઓ રૂંધી નાખ્યાં, કોઈ પાછળ પડ્યા એવા કે પગલાંઓ ભૂંસી નાખ્યાં. દુ:ખો છે આ, દુ:ખોના તે વળી દેખાવ શા કરવા? નયનમાં આંસુ આવ્યાં કે તરત એને લૂછી નાખ્યાં. હતાં એ ઝેર કે અમૃત, સવારે જાણ થઈ જશે; અમે તો રાતનાં જે મળ્યાં પીણાં એ પી નાખ્યાં. હતી એવી અછત જીવન [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કોઈ આગળ નડ્યા એવા કે રસ્તાઓ રૂંધી નાખ્યાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વીરણી’બેફામ’, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »