સાવ અંગત એક સરનામું મળ્યું આજ વર્ષો બાદ એ પાનું મળ્યું મેં લખેલી ડાયરી વાંચી ફરી, યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું. સોળમા પાને પતંગિયું સળવળ્યું, જીવવા માટે નવું બહાનું મળ્યું. જાણ થઈ ના કોઈને, ના આંખને, સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું. એક પ્યાસાને ફળી સાતે તરસ, બારણા સામે જ મયખાનું મળ્યું. – હરિશ્ચન્દ્ર જોશી
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હરિશ્ચન્દ્ર જોશી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સાવ અંગત એક સરનામું મળ્યું, હરિશ્ચન્દ્ર જોશી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »