વારાફરતે વારામાંથી નીકળવું છે; મારે આ જન્મારામાંથી નીકળવું છે; જન્મોથી હું એની અંદર જકડાયો છું, ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે; તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું, મારે તારા-મારામાંથી નીકળવું છે; કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું? સંસારી આ ધારામાંથી નીકળવું છે; અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો, ભીતરના અંધારામાંથી નીકળવું છે. – હરજીવન દાફડા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હરજીવન દાફડા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વારાફરતે વારામાંથી નીકળવું છે;, હરજીવન દાફડા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »