ખુદની કિંમત જો તમે આંકી શકો, શક્ય છે બ્રહ્માંડને માપી શકો. કાળમીંઢા કાળજા કૂણા પડે ! સાવ સાચું સ્મિત જો આપી શકો. આવનારી પેઢીઓ લણતી રહે, સદવિચારો જો તમે વાવી શકો. માછલીએ પૂછ્યું માછીમારને : આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ? આ પવનની પાલખી તૈયાર છે, પુષ્પતાને જો તમે પામી શકો. – સુરેશ વિરાણી
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, સુરેશ વિરાણી | Tagged: ખુદની કિંમત જો તમે આંકી શકો, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સુરેશ વિરાણી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »