ચમનમાં પુષ્પ થઈ, મહેકી જવાનું; પછી પણ ત્યાં, નથી અટકી જવાનું. હસીને વાત, ના ટાળો અમારી; અમોને લાગશે, ‘છટકી જવાનું.’ બને કે, હાથમાંથી હાથ છૂટે; ભલે હો ખ્વાબમાં, ચમકી જવાનું. તમે જુઓ મને, નિરપેક્ષ ભાવે; હૃદયને એ જ બસ, ખટકી જવાનું. કશું પાકું નથી, ‘સૂર’ આવવાનું; હકીકત એ જ કે : ‘નક્કી જવાનું’. સુરેશ પરમાર [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સુરેશ પરમાર ‘સૂર’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચમનમાં પુષ્પ થઈ, મહેકી જવાનું;, સુરેશ પરમાર ‘સૂર’, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »