ગુંડાગીરી ને અત્યાચારની પ્રગટાવો હોળી, ટોચે બેઠેલા ભ્રષ્ટાચારની પ્રગટાવો હોળી. વાસનાનો રાક્ષસ જાણે બરાબર જાગ્યો છે, ગલી-ગલીના બળાત્કારની પ્રગટાવો હોળી. બીજાને લૂંટવાની જાણે જામી છે હરિફાઈ, મનમાં જામેલ કુવિચારની પ્રગટાવો હોળી. બધે થાય નકલખોરી, માથે એમાં ભેળસેળ, હય્દયના આવા ઝણકારની પ્રગટાવો હોળી. ‘સાગર’ અહીં મોતને સસ્તું બનાવી બેઠા છે, મનમાં જાગતાં તિરસ્કારની પ્રગટાવો હોળી. – [...]
Filed under: 'સાગર' રામોલિયા, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હઝલ | Tagged: 'સાગર' રામોલિયા, ગઝલ, ગુંડાગીરી ને અત્યાચારની પ્રગટાવો હોળી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, હઝલ, ghazal, gujarati gazal, gujarati hazal, gujaratikavitaanegazal, hazal | Leave a Comment »