ઇચ્છો કામણગારી છે, આખર તો એ નારી છે. ખુશબો દઈ આ ફૂલોએ, ખૂબ હવા શણગારી છે. વિરહી પળમાં સધિયારો, તારા ઘરની બારી છે. ઘરની શોભાને વૈભવ, બાળકની કિલકારી છે. છોડી જો હું પદ ‘મરમી’, આખી દુનિયા તારી છે. શ્રી મહેન્દ્રસિંહ એન. પઢીયાર ‘મરમી’
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શ્રી મહેન્દ્રસિંહ એન. પઢીયાર ‘મરમી’ | Tagged: ઇચ્છો કામણગારી છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, શ્રી મહેન્દ્રસિંહ એન. પઢીયાર ‘મરમી’, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »