શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? એણે જીભે રાખ્યા’તા રામને ! એક પછી એક બોર ચાખવાનું નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને, શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે, લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી, એક એક બોરને લાગ્યા હશે. આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં? લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને, [...]
Filed under: વિશનજી નાગડા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, વિશનજી નાગડા, શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?, gujarat, gujarati, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »