લોહીની ટશર દરિયો બને, સ્પર્શની અસર દરિયો બને. કોઇની આંખો રણ સૂકાં ભઠ્ઠ, કોઇની નઝર દરિયો બને. યાદના મોઝા ચોમેર ઘૂઘવે, કોઇની કસર દરિયો બને. હોઠની અસ્ફૂટ છીપો તૂટતી, મૌનની લહર દરિયો બને. પ્રતીક્ષાના પર્વતો તૂટી પડે, કોઇની સફર દરિયો બને. વિનોદ નગદિયા (આનંદ)
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, વિનોદ નગદિયા-આનંદ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, લોહીની ટશર દરિયો બને, વિનોદ નગદિયા-આનંદ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »