ભાવભંગીમા તણો ખાપો મને, સાવ અમથો લો હવે ટાંકો મને. આગિયા માફક ઝબુકી પણ ગયો, કોઇ શીરે રત્નશો સ્થાપો મને. શૂળની ટોચે ય ઝાકળસમ રહું, જો ગુલાબી મ્હેકથી ચાહો મને. ઝાંઝવાઓથી નિકટતા છે મને, એ ગુનાની કઇં સજા આપો મને. -મનોજ શુક્લ.
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મનોજ શુક્લ. | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભાવભંગીમા તણો ખાપો મને, મનોજ શુક્લ., ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »