ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી; ને શમાઓ સ્પર્શની બળતી રહી. સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો, રાતરાણી ગીત સાંભળતી રહી. વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા, પાનખરની પાંખ સળવળતી રહી. ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો, જીભ એ મૃગજળની સળવળતી રહી. હાથમાં અવસર તણું દર્પણ હતું, ને નજર વેરાનમાં ઢળતી રહી. હું કોઈ સંબંધનું આકાશ છું, શબ્દની રેખાઓ ઓગળતી રહી. -મનહરલાલ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;, મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »