સાદ પાડી તને હું બોલાવું એટલી ક્યાંથી દૂરતા લાવું ? બેઉનું એક હોય સરનામું તું અહીં આવ કે હું ત્યાં આવું ! આ હથેળી ઉપરથી વાંચી દે કઈ દિશામાં હું હાથ લંબાવું ? એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ માર્ગમાં એને કેમ અટકાવું ? તારી સમજણની હદમાં ઊભો છું હું તને શું નવીન સમજાવું ? [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ભરત વિંઝુડા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભરત વિંઝુડા, સાદ પાડી તને હું બોલાવું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »