રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં, રમકડાં …
એઈ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …
તંત અનંતનો તંત ન તૂટ્યો [...]

મથુરામાં ખેલ ખેલી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી [...]

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ [...]

પ્રાર્થના

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું [...]

ગણપતિબાપા ના જીવન પ્રતીકો

ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે [...]

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે [...]

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો [...]

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે
જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો
વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો
હું વેરાગણ કા’ના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે [...]

તારા વિના શ્યામ મને એકલડું લાગે,

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… [...]

અર્જુનનો એકરાર

અર્જુનનો એકરાર
મારા આ પુરુષાર્થનો રથ જતે તૂટી જ, ત્યાં તો તમે
સાચા સારથિ થૈ અપૂર્વ સૂઝથી દીધું મને દર્શન.
જો હું ના ઝૂઝિયો હતે રણમહીં તો તો મને લાંછન
કાળું લાગી જતે, થતે કથીર રે પૌરુષનું કાંચન.
કુરુક્ષેત્ર પર
તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ; તું રામ !
હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ
કદી હારે કે જીત : [...]

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:
કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જનુમા કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોર્યાશી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો [...]

વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે મળવા ન આવો શા માટે
તમે મળવા ન આવો શા માટે
ન આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે વ્રજમાં તે વાંસળી [...]

હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી [...]

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ [...]

કૃષ્ણ – સુદામાનો મેળાપ: પ્રેમાનંદ

કૃષ્ણ – સુદામાનો મેળાપ: પ્રેમાનંદ
“મારો બાળસ્નેહી સુદામો રે,
હું દુખિયાનો વિસામો રે;”
ઊઠી ધાયા જાદવરાય રે,
નવ પહેર્યાં મોજાં પાય રે.
પીંતાબર ભૂમિ ભરાય રે,
રાણી રુક્મિણી ઊંચાં સાય રે;
અતિ આનંદે ફૂલી કાય રે,
હરો દોડે ને શ્વાસે ભરાય રે.
પડે-આખડે બેઠા થાય રે,
એક પળ તે જુગ જેવી જાય રે;
સ્ત્રીઓને કહી ગયા ભગવાન રે,
“પૂજાથાળ કરો સાવધાન રે.
હું જે ભોગવું રાજ્યાસન રે,
તે તો [...]

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.
આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો
કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો
હાથી ઘોડા ને [...]

ઊંચી મેડી તે મારા સંતની રે,

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં [...]

કા’નાને માખણ ભાવે રે

કા’નાને માખણ ભાવે રે
કા’નાને મીસરી ભાવે રે
ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ
મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ
કા’નાને …
શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ
ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ
કા’નાને …
જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ
છપ્પનભોગની સામગ્રી પણ માખણ જેવી નૈ
કા’નાને …
સોળ વાનાના શાક ધરાવું ને રાયતા મેલું [...]

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી [...]

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની [...]

હંસલા હાલો રે હવે,

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી
ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે
વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે
મનુભાઇ ગઢવી

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી [...]

દ્વારકામાં કોઇ તને પૂછશે કે ,કાન!

દ્વારકામાં કોઇ તને પૂછશે કે ,કાન!
ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું જવાબ દઇશ માધા?
તારું તે નામ તને યાદે નો’તું તેદિ’ રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,
તોય રાધા રમતી’તી સાત કોઠે.
રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે
આવા તે સોગન શીદ ખાધા?
તો શું જવાબ દઇશ માધા?….
રાધાના પગલામાં વાયું વનરાવન ,
તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?
રાધાના એક એક શ્વાસ તણે [...]

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી
નેતિ નેતિ જ્યાં વેદ [...]

આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે

આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે
ઊર માં આનંદ થાય.
મે તો મોતીડા ના ચોક પુરાવ્યા
મે તો કદલી ના સ્તંભ છે રોપાવ્યા
હૈયે હરખ ના માય.
હુ તો ફુલડા મંગાવુ ભાત ભાત ના
રુડા હાર ગુંથાવુ પારિજાત ના
વધાવુ શ્રી ગોકુલનાથ.
હુ તો કરજોડિ ને વિનંતિ કરુ
મારા વ્હાલા ના ચરણે આશિષ ધરુ
લઈ ને શ્રીજીનુ નામ.
unknown

ઓ શ્રીનાથજી આવજો તમે

ઓ શ્રીનાથજી આવજો તમે
વાટ જોઈ રહ્યા ક્યારના અમે
આપ શરણ તો રુદિયા વિષે
શ્રી મહાપ્રભુજી બીના ક્યાંથી દિસિયે
દાસ આપના જો હશે ખરા
જન્મ મ્રુત્યુ થી તે તરિ જશે
દાસ ભાવ થી સૌ તરિ જશે
દાસ આપના જો ખરા હશે
દાસ હોય તો કદિ ન વિસરે
ભય તજી ને સર્વદા ફરે
દાસ વિઠ્ઠલેશ વિનતિ વદે
ઓ શ્રી નાથજી આવજો તમે !
**
unknown

ધણી ખમ્મા, ધણી ખમ્મા, ધણી રે ખમ્મા

ધણી ખમ્મા, ધણી ખમ્મા, ધણી રે ખમ્મા
મારા શ્રીજી બાવાને ધણી ખમ્મા …
નંદ નો દુલારો કાન્હો
જશોદા નો લાલો
વ્રજ નો વ્રજેશ કાન્હો
મેવાડનો રાણો
મેવાડના રાય ને ઝાંઝી રે ખમ્મા..
ખમ્મા વ્રજધામ ને, ગોકુળીયા ધામને
નંદગામ બરસાના ગોપાળપુર ગામને
ગાયોના ગોવાળને ઝાંઝી રે ખમ્મા…
રંગે રુપે શ્યામ છે, મુરલીધર નામ છે
મુરલીના સુર મા સુંદર રાધાજી નુ નામ છે
હે મુરલીધર શ્યામ ને ધણી રે [...]

વ્રજધામ રળિયામણું રે,

વ્રજધામ રળિયામણું રે,
ત્યાં શ્રી મહાપ્રભુ બિરાજતા રે,
હાલો દશઁન જઇ એ રે,
પુષ્ટિમાગઁ ની ધ્વજા ફરકે રે,
ગોવધઁન નાથ સાક્ષાત બિરાજે રે,
શ્રી દ્રારકેશલાલ આરતી ઉતારે રે,
પ્રભુ શ્રુંગાર થી રુડા શોભતા રે,
વૈષ્ણવ ને મન ભાવતું રે,
વ્રજધામ ઠાકોર જી નું ધામ રે,
પ્રભુ છપ્પનભોગ આરોગતા રે,
અનેરો ‘પાટોત્સવ ‘ ઉજવાતો રે,
‘વ્રજધામ ‘ પુષ્ટિ ‘નું વૈકુંઠ રે,
પુષ્ટિદશઁન ની બંસરી વાગતી રે,
વ્રજધામ માં ગોવધઁન [...]

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ
શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ
કેસરી તિલક સોહામણાં નાસિકા વિશ્વાધાર
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર
હડપચીએ હીરલો ઝગમગે એના તેજ તણો નહીં પાર
અધર બીંબ એ રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ
બાંહે બાજુબંધ બેરખા હરિના ખિટકીયાળા કેશ
નીરખ્યાં ને વળી નીરખીશું એનો પાર ન પામે શેષ
ડાબી બાજુએ ગિરિવર [...]