અજાણ્યા ચહેરાઓની ભીડમાં, જાણીતા ચહેરાની તસવીર શોધુ છું; હથેળીની આડી-અવળી રેખાઓંમાં, સદ્-ભાગ્યની એક લકીર શોધુ છું; અંધારી ગલીઓમાં ભાગે છે ચંચળ મન, એને બાંધે એવી ઝંઝીર શોધું છું; ઉપરછલ્લા કહેવાતા આ અહેસાસોમાં, સાચો સાથ મળે એવી તકદિર શોધું છું; વિધિની વક્રતા તો જુઓ આ જંગલમાં, સાચી પ્રાર્થનાનું મંદિર શોધું છું
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, પાયલ પરીખ | Tagged: અજાણ્યા ચહેરાઓની ભીડમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પાયલ પરીખ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »