મુખ મચકોડ્યું, હલ્યું હાડકું, લોક ગણે કે થયું ઠાવકું. ગળે લગાડ્યું, ગણ્યું આપણું, તો’ય હૃદય આ રહ્યું પારકું. બળદ તજીને બદર જોતર્યાં, હડિયાપાટી હવે કાય’કુ ? રોજ સપનમાં થતી જાતરા, રોજ ઓશીકું બને બાચકું. પતઝડ, સાવન, શરદ, નિદાઘે, ઝીલે ઝરે ના કૈં જ ટાલકું. પંચમ શુક્લ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પંચમ શુકલ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, પંચમ શુક્લ, મુખ મચકોડ્યું, હલ્યું હાડકું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »