Posted on August 12, 2009 by gujaratikavitaanegazal
અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ [...]
Filed under: નરસિંહ મહેતા, ભજન | Tagged: અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં, ગરબો, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નરસિંહ મેહતા, ભજન, bhajan, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 11, 2009 by gujaratikavitaanegazal
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો [...]
Filed under: નરસિંહ મહેતા | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જળકમળ છાંડી જાને બાળા, નરસિંહ મહેતા, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સ્વામી અમારો જાગશે, bhajan, gujarat, gujarati, gujarati net, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 29, 2009 by gujaratikavitaanegazal
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
નરસિંહ મહેતા
Filed under: નરસિંહ મહેતા, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, નરસિંહ મહેતા, ભજન, ભરત સુચક, ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poem, gujarati poetry, gujaratibhajan, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal, kavita | Leave a Comment »
Posted on July 29, 2009 by gujaratikavitaanegazal
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી [...]
Filed under: નરસિંહ મહેતા, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નરસિંહ મહેતા, ભરત સુચક, મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી, bhajan, Bharat Suchak, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 28, 2009 by gujaratikavitaanegazal
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી [...]
Filed under: નરસિંહ મહેતા, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, નરસિંહ મહેતા, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »