સત્યનો વિકલ્પ નથી

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી
હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી
લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી
કપાય કે ન બળે, ના ભીનો યા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી
પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી રક્ત છે ને રક્તનો [...]

અમોને શાની સજા મળી છે

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુના ની સજા મળી છે…..
વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગી માં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવા ની સજા મળી છે…..
ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમય થી આગળ વધુ થવાની સજા મળી [...]