Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.
હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.
આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.
શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.
મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.
યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી
Filed under: - આદિલ મન્સૂરી, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુલાબ માંગે છે., પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarat, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ [...]
Filed under: - આદિલ મન્સૂરી, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી, આદિલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પવન, પહેલા, પ્રણય, પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, પ્રેમ કાવ્યો, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, પ્રેમગીત, gujarat, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, love, prem | 2 Comments »