Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
રહેશે અમને મારી મુસીબતની દશા યાદ
રહેશે અમને મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધાં ઠીક છે આવ્યો ન ખુદા યાદ
મુજ હાસ્યને ભલે દુનિયા દિવાનગી સમજે
ક્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ
જાહીદ મને સહેવા દે તબાહીભર્યાં સદમા
મસજિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ
મન દઈને ‘મરીઝ’ હવે કંઈ પણ નથી કહેતા
સૌ મારા ગુનાહોની મને રહેશે સજા યાદ
-મરીઝ
Filed under: ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મરીઝ, રહેશે અમને મારી મુસીબતની દશા યાદ, Bharat Suchak, gujarat, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, kavita, love, mariz, prem | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
ઝંઝા બોલી ખમ્મા ખમ્મા
હિમ્મત બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
એવા પણ છે પ્રેમી અધૂરા
વાતોમાં જે શૂરા પૂરા
શીર દેવામાં આનાકાની
દિલ દેવાની તાલાવેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
કોનો સાથ જીવનમાં [...]
Filed under: ગઝલ, ‘શૂન્ય’ પાલનપુરી | Tagged: ‘શૂન્ય’ પાલનપુરી, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, ભરત સુચક, સાત સમન્દર તરવા ચાલી, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal, kavita, prem | Leave a Comment »
Posted on July 31, 2009 by gujaratikavitaanegazal
દિવસો જુદાઈના જાય છે
એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે
મુજ શત્રુઓ જ સ્વજન સુધી
ન ધરા સુધી ન ગગન સુધી
નહિ ઉન્નતિ ન પતન સુધી
ફકત આપણે તો જવું હતું
હર એક મેકના મન સુધી
તમે રાંકના છો રતન સમા
ન મળો હે આંસુઓ ધૂળમાં
જો અરજ કબૂલ હો આટલી
તો હ્રદયથી જાઓ નયન સુધી
તમે રાજરાણીના ચીર સમ
અમે રંક નારની ચુંદડી
તમે [...]
Filed under: ગની દહીંવાલા | Tagged: ‘ગની’ દહીંવાલા, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી ગઝલ, ગુજરાતીશાયરી, દિવસો જુદાઈના જાય છે, પ્રણય, પ્રેમ ગીત, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati gazal, gujarati net, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, kavita, love, prem | 1 Comment »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો [...]
Filed under: ગઝલ, રમેશ પારેખ | Tagged: આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, રમેશ પારેખ, વરસાદ, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, VARASAAD, VARASSADI KAVYO | 1 Comment »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ [...]
Filed under: ગઝલ, રમેશ પારેખ | Tagged: એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રણય, પ્રેમ ગીત, ભરત સુચક, રમેશ પારેખ, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati net, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે.
બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી [...]
Filed under: ગઝલ, ગની દહીંવાલા | Tagged: ગઝલ, ગની દહીંવાલા, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, શાયરી, Bharat Suchak, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર
-મરીઝ
Filed under: ગઝલ, મરીઝ | Tagged: એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત કાવ્યો, મરીઝ, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratishyari, mariz | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.
ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે
ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે
કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે
આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.
- જવાહર [...]
Filed under: ગઝલ, જવાહર બક્ષી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જવાહર બક્ષી, રૂપજીવિનીની ગઝલ, GAZAL, gujarat, GUJARATI KAVITA AND GAZAL, gujaratigazal, GUJARATIGAZALANDSHAYRI, gujaratikavita, GUJARATISHAYRI, JAWAHAR BAXI, shayari | 1 Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ [...]
Filed under: ગઝલ | Tagged: આ અંજામ છે, મરીઝ, gujarat shyari, gujarati gazal, gujarati kavita, gujaratiblog, kavita, love, prem | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં [...]
Filed under: ગઝલ, જવાહર બક્ષી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા લેખો, જવાહર બક્ષી, તારાપણાના શહેરમાં, પુષ્પ અને જીવન પર કવિતા, શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી
હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી
લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી
કપાય કે ન બળે, ના ભીનો યા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી
પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી રક્ત છે ને રક્તનો [...]
Filed under: ગઝલ, મનોજ ખંડેરીયા | Tagged: ગઝલ, મનોજ ખંડેરિયા, સત્યનો વિકલ્પ નથી, gita, gujarat, gujarati gazal, gujarati git, gujarati kavita, gujarati shyari, gujaratiblog | 2 Comments »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.
અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.
કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.
ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો [...]
Filed under: ગઝલ, ગની દહીંવાલા | Tagged: ગઝલ, ગની દહીંવાલા, ગુજરાત, ગુજરાતીકવિતા, પાંખી પરિસ્થિતિ, પ્રણય, પ્રેમ ગીત કાવ્યો, gujarat, gujarati net, gujarati poetry, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો,
પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ?
કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ,
અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો.
માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી,
ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો.
ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ,
ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો.
સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં,
ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો.
ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો,
વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો.
શ્વાસબાસમાં વાસ ભૂંજાતા માંસની આવે,
સમયબમયનો ખાધોબાધો ફટકોબટકો.
-ભગવતીકુમાર શર્મા
Filed under: -ભગવતીકુમાર શર્મા, ગઝલ | Tagged: -ભગવતીકુમાર શર્મા, ગઝલ, ગઝલ બઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati git, gujarati shyari, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, prem | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.
તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું,
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી
સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત [...]
Filed under: - સુરેશ દલાલ, ગઝલ | Tagged: - સુરેશ દલાલ, ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, gujarati kavita, gujarati net, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, kavita, love | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુના ની સજા મળી છે…..
વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગી માં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવા ની સજા મળી છે…..
ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમય થી આગળ વધુ થવાની સજા મળી [...]
Filed under: ગઝલ, મનોજ ખંડેરીયા | Tagged: અમોને શાની સજા મળી છે, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, મનોજ ખંડેરીયા, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.
હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.
આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.
શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.
મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.
યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી
Filed under: - આદિલ મન્સૂરી, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુલાબ માંગે છે., પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarat, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ [...]
Filed under: - આદિલ મન્સૂરી, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી, આદિલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પવન, પહેલા, પ્રણય, પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, પ્રેમ કાવ્યો, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, પ્રેમગીત, gujarat, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, love, prem | 2 Comments »