ત્યાં જઇ ને તમને ભ્રૂલી જવાની મજા,
આપો છો શાને આટલી મોટી સજા.
કર્યો હતો એક પ્રયત્ન, તમને પામવાનો,
મળ્યાં પણ મૃગજળ બની, આ તે કેવી સજા.
શોધી ને થાકયો સ્નેહ વનમાં,કસ્તુરી મૃગ બની,
સૂગંધ બનીને સંતાયા નાભી માં,આ તે કેવી સજા.
ધાયુર્ં હતું કે આપીશ હૃદય, તો મળશે હૃદય,
પણ, મળ્યું એક પાષાણ વન, આ તે કેવી સજા.
એક મોટો ખાલીપો સાથે લઇ ને જીવું છું,
આવ્યાં, તો શુન્યાવકાશ બની, આ તે કેવી સજા.
ચૈતન્ય મારૂ
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ચૈતન્ય મારૂ, ભરત સુચક, સજા..., Bharat Suchak, gujarat, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love




