જેમને નથી અને જેમને જઈ રહ્યા છે,એમને માટે ની કવિતા….
પી.એસ.; મારે પણ નથી…!!!!!!!!
વાળ નો વૈભવ
જે નથી દેખાતું તે જોવા ની મજા ઓર છે, અને…
પામ્યા પછી ગુમાવવા ની મજા કઇં ઓર છે.
હતા, ત્યારે વૈભવ માણી લીધો, પણ…હવે,
મહા-અભિનિષ્ક્રમણ ક ર્યા ની મજા ઓર છે.
હોય, તો, વાળે વાળ પાપ થી ભરેલ છે એમ કહેવાય,
ન હોવા થી, પૂર્ણશાળી કહેવાવા ની મજા ઓર છે.
હોય, અને અડપલું કરો, તો તમાચો પડે,
ન હોવા ને કારણે …
“કાકા” બની, અડપલું કરી લેવા ની મજા ઓર છે.
ચૈતન્ય મારુ.
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ચૈતન્ય મારુ., પ્રણય, પ્રેમ, ભરત સુચક, વાળ નો વૈભવ, Bharat Suchak, gujarati kavita, gujarati net, gujaratiblog, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal




