તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે,
તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે.
હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ સ્વાભાવિક છે,
અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે.
હાજર હો તો, તમે પણ “ઘણા બધા” માં ગણાઇ જાવ,
ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે.
તમે હાજર હો તો, ઘણી વાર યાદ પણ ના આવો,
ગેરહાજરી ને કારણે,૧૦૮ મણકાઓ બની જવાય છે.
ચૈતન્ય મારુ
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ગેરહાજરી, ચૈતન્ય મારુ., ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati git, gujarati kavita, gujarati net, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, prem





chaitanyabhai khubaj saras rachana
હાજર હો તો, તમે પણ “ઘણા બધા” માં ગણાઇ જાવ,
ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે.
hakikata ma manasani kimat teni gerahajari ma aj thai che