ગેરહાજરી

તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે,
તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે.
હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ  સ્વાભાવિક છે,
અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે.
હાજર હો તો, તમે પણ “ઘણા બધા” માં ગણાઇ જાવ,
ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે.
તમે હાજર હો તો, ઘણી વાર યાદ [...]

મારી મુંઝવણો……

મારી મુંઝવણો……
થયું, લાવ,થોડું પાછળ જોઇ લઉં,
અવકાશ હોય, તો,ક્ષણોને મુલવી લઉં.
ઘણી વાર એમ થાય છે કે,શું ઉણપ છે
અળગો અળગો કેમ લાગું છું લોકોથી
આવડતું નથી મને ચહેરો પહેરતાંકે,
પારદર્શક બનવાથી દેખાતો નથી
મને પણ ઉ ત્સાહ એટલો જ હોય,
કદાચ લોકોને બીજાનો વધારે લાગતો હશે,
કે, દેખાડો નથી કરી શકતો એટલે
મને સીન્થેટિક બનતાં નથી આવડતું,
કદાચ,માતા-પિતા હશે જવાબદાર એને માટે,
હોય એવા દેખાવું,એવું [...]