ખરો છું ને હું,ઍક ટીપાં ને વરસાદ માની બેઠો,
મ્રુગજ્ળ નૉ ખોબો ભરી,તરસ છીપાવવા બેઠૉ.
અમસ્તૉ યે છું હું,અક્ષર જ્ઞાન માં સાવ કાચૉ,
ઘેલૉ હું,કૉઇની આંખમાં,પ્રેમ જેવું વાંચી બેઠૉ.
મને થયું, અંતર હવે ઑછું થયું છે આપણી વચ્ચે,
પાગલ હું,પ્રતિબિંબને તમારા,નઝદીકી સમજી બેઠૉ.
સત્ કડવું હૉય છે,ઍવું સાંભળ્યું હ્તુ પહેલાં “ચેતને”
છ્તાં પણ મુર્ખ પાગલ ઍ,ઝેરનાં પારખાં કરી બેઠૉ.
ચૈતન્ય મારુ.
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચૈતન્ય મારુ., gujarati net, gujarati poem, gujarati shayari, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari | 2 Comments »




