મુક્તક

હે મૃત્યુ,મારી પ્રેયસીના વેષમાં તું આવ,
તો ધારું તનેયે એ જ આ આષ્લેષમાં.
નિરંજન ભગત

મુક્તક

નજીક આવ્યા વિના,
          શું માપશો મારી પ્રતિભાને?
ચમક દરિયાના મોતીમાં છે
           દરિયા માં નથી હોતી.
-નઝિર ભાતરી

મુક્તક

સૂયૅને જોવો હતો,લે જોઇ લે,
ઝાકળ! હવે તું જિદગીભર રોઇ લે.
-’ધૂની’માંડલિયા

મુક્તક

ગુલાબ સાથે રહીનેય એ રહ્યો કંટક,
કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે?
-આમીન આઝદ

મુક્તક

ગુન્હેગાર છું,ચુંબન અચાનક મેં તમારું લઇ લીધુ,
પાછું લઇ લો,ત્યાં જ છે જ્યાંથી લીધું જ્યાંથી કીધું,
-અવિનાશ વ્યાસ

નજર

નજર નજર થી તો થોડી તુ વાત કરી લે ,
હોઈ તારા દિલમાં તે મને નજર થી કહી દે
તારી નજરમાં એવું તે શું જોયું મારી નજરે,
કે મારી નજર શોધે હમેશા તારી નજર ને,
કોઇ રસ્તો નથી નજરો ને નજર થી મળ્યા,
સિવાય હુ ગુમ થયો છું નજર નજર મા,
હુ પડતો ગયો તારી નજર નજર મા અને,
તુ પિવડાવતી ગય [...]