સત્યનો વિકલ્પ નથી

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી
હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી
લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી
કપાય કે ન બળે, ના ભીનો યા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી
પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી રક્ત છે ને રક્તનો [...]

પાંખી પરિસ્થિતિ

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.
અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.
કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.
ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો [...]

ગઝલ બઝલ

અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો,
પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ?
કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ,
અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો.
માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી,
ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો.
ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ,
ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો.
સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં,
ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો.
ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો,
વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો.
શ્વાસબાસમાં વાસ ભૂંજાતા માંસની આવે,
સમયબમયનો ખાધોબાધો ફટકોબટકો.
-ભગવતીકુમાર શર્મા

પ્રેમ અમારે કરવો

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.
તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું,
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી
સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત [...]

અમોને શાની સજા મળી છે

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુના ની સજા મળી છે…..
વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગી માં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવા ની સજા મળી છે…..
ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમય થી આગળ વધુ થવાની સજા મળી [...]

કમાણી

ભોજો ભરવાડ રોજેરોજ છેતરાય,
કિયે : હાલ્યા કરે, હોય;
દલો શેઠ રોજેરોજ બમણું કમાય,
અને કરે હાયવોય.
રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપાડે,
કાં તો ગણ્યા કરે તારા;
ઝીણી વાટે દલો કાં તો ચોપડો ઉઘાડે,
કાં તો ગોખ્યા કરે ધારા.
એક દી ઉલાડિયો કરીને આયખાનો,
સુખે હાલ્યો ગયો ભોજો;
દલા શેઠ માથે પડ્યો એક દી નફાનો
જાણે મણ મણ બોજો.
- મકરંદ દવે

ગુલાબ માંગે છે.

દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.
હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.
આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.
શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.
મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.
યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી

પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ [...]

આરતી

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.
માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે.
નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;
પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે
 
પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;
કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે.
દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને

ભજન

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
મારુ મનડું છે ગોકુલ વનરાવન.
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન.
હે મારા પ્રાણ જીવન…..
મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી.
મારી આંખો વશે ગિરધારી રે ધણી.
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી.
હે મારા શ્યામ મોરારિ…..
હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું.
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું.
મેં તો ચિતડું શ્રીનાથજી ને [...]

ભજન

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ [...]

ભજન

જીવવું તારા સાંનિધ્યે શ્રીજી
આનંદ મંગલ દેનાર શ્રીજી
શ્રીજી વિનાનું આ જગ ખારું
શ્રીજી સુમિરને બને સુહાનું
તુજમાં મારું મન પરોવાયે
જીવન ધન્ય બને સોહાયે
પ્રેમ સહુનો વધતો ઘટતો
તારા પ્રેમનો માણ્યો ચટકો
હરહંમેશ સમાન તે વહેતો
જીવન હર્યું ભર્યું રાખતો
એક તમન્ના છે આ દિલમાં
ઓટન આવે તારી ભક્તિમાં
રાખજે ક્રુપા તારી અહર્નિશ
શરણે લેજે હે અવિનાશી
authar is unknown if anybody know please help me

ભજન

આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી
સંદેશો લઇ ને આવ્યા શ્રી મહારાણી જી
ગોર્વધન નાથ કરુ કાલાવાલા
નૈનો ના દ્વારે તોરણ બંધાવુ
ક્યારિ એ તુલસી રોપાવુ
ઝાંખી કરતા નૈનો નો સુખ નો નહિ પાર જી
દર્શન આપી કરુણા વર્ષાવી ભક્તો ને પુષ્ટિ નો માર્ગ સમજાવી
હાથ ઝાલી કરાવો ભવસાગર પાર જી

ભજન

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.
અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.
જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.
કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય [...]

ભજન

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત.
ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલને જાગ્યું આ વિરાટ …
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
authar unknown [...]

ભજન

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી [...]

ભજન

પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ [...]

ભજન

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન [...]

ભજન

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ [...]

ભજન

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !
- નરસિંહરાવ દિવેટીયા